નરનારાયણ સ્વામીના દાસ જે રે એ ઢાળ.
અહો ધન્ય ધન્ય ભાગ્ય આ ભોમ્યના રે, અહો ધન્ય ધન્ય વૃક્ષ વેલી વનરે.
અલોકી રીત આજની રે.
અહો ધન્ય ધન્ય સર સરિતા સિધુ રે, સ્પર્શી હરિપદ થયાં છે પાવન રે. અ. ૧
અહો ધન્ય ધન્ય ખગ મગ જાતને રે, જેનો આરે સમામાં અવતાર રે. અ.
અહો ધન્યધન્ય અશ્વ તે એહને રે, જેને ઉપર છે હરિ અસવારરે. અ. ૨
અહો ધન્યધન્ય સતસંગી સંતને રે, જે કોઇ સદાય રહે છે હરિ સાથ રે. અ
જેને અરસપરસ રહે એકતા રે, હરિ હેતે જમે છે જેને હાથ રે. અ. ૩
અહો ધન્ય ધન્ય સુર નર નાગને રે, જે કોયે વસિયા આ બ્રહ્માંડે વાસ રે. અ.
તે તો અંતરે ઇચ્છે છે તન ધારવા રે, થાવા ચરણકમળના દાસ રે. અ. ૪
તે તો કોણ જાણે જે કેમે હશે ��ે, તેનો મર્મ જાણે છે મહારાજ રે. અ.
શમ દમ આદ્યે જે આગ્યે કહ્યાં રે, તે તો તન ધરી રયાં આજ રે. અ. પ
સર્વે સમાજ સહિત પધારિયાં રે સંત જનને તે આપવા સુખ રે. અ.
અહો ધન્યધન્ય સર્વે એ જનને રે, મોટા ભાગ્ય ન જાયે કયાં મુખ રે. અ. ૬
ક્યું નથી જાતું રે સુખ મુખથી રે, જેવું આપ્યું છે અલબેલે આજ રે. અ.
મારા અંતરમાં બેસીને બોલીયા રે, હતું કે’વાનું જેટલું કાજરે. અ. ૭
વીવા વરણવ્યો પદ છંદ વિસમાંરે, ક્યું સંક્ષેપે સર્વનું રુપરે. અ.
વરનર તો એક નારાયણછેરે, બીજા સર્વે છે સખીને સ્વરુપરે . અ.૮
એવું નિશ્ચે જાણીરે જન સર્વેનેરે, રેવું સખી સ્વરુપે સર્વે અંગ રે. અ
વર નિષ્કુળાનંદનો નાથ છે રે, રાખો હેત પ્રીત સ્વામીને સંગ રે. અ. ૯
ઇતિ અખંડ વરનો વિવા સંપૂર્ણ.