પાછળ રહેશે પાપિયા, દેશે કાળ કરમને દોષ.૨/૧૨

મહાવીર કહે શિયળ સુણો, પ્રિતે પાળશે એ પોસ,

પાછળ રહેશે પાપિયા, દેશે કાળ કરમને દોષ. ૧

વાડ્ય ૧ પેલી

પ્રથમે નારી સંગ ન કીજેરે, વિતરાગી.

તો શિયળ તણું ફળ લીજેરે. વિ. ૧

અંગે વૃધ વ્યાધિવંત નારીરે. વિ. તહાં વસે નહિ વૃતધારીરે વિ. ર

હોય ભરજોબન જીયાં ભામરે. વિ. તહાં સાધુને શું જાવા કામરે. વિ.

હોય હિજ જ્યાં નારીને વેશરે. વિ. તહાં સંત ન કરે પ્રવેશરે. વિ. ૪

એમ નહિ વરતે વ્રતધારીરે. વિ. તેતો નર્કે જાશે નરનારીરે. વિ. પ

હોય ચિત્રની પુતળી જીયાંરે. વિ. નિષ્કુળાનંદ ન વસવું તિયાંરે. વિ. ૬

મૂળ પદ

માહાવીર કહે મહંતોરે સાધુજી, સુણો શિયળવ્રત સહુ સંતોરે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી