વીરજન કહે જે વિતરાગી, નહિ કરે તે નારી સંગ, ૩/૧૨

વીરજન કહે જે વિતરાગી, નહિ કરે તે નારી સંગ,

કેડ્યે રેશે જે કૃતઘ્ની, તે કરશે વ્રતનો ભંગ.

વાડ્ય ર બીજી

બીજે બોલવું નહિ નારી સંગરે. મુનિજી. પરહરો પરી આઠે અંગરે.

ઝીણે વચને ઝડપીને ઝાલેરે. મુ. પછે તેને એ વિના ન ચાલેરે. મુ. ર

વાજાં વણ જીભે વશ કરેરે. મુ. જીભાળી કેમ મનને હરેરે. મુ. ૩

એની વાણી છે વિખની ભરીરે. મુ. હાવભાવે લેશે મન હરિ રે. મુ. ૪

માટે નયણાં ભરી જોશે નારીરે. મુ. થાશે થોડે દિને તે ખ્વારીરે. મુ. પ

તે સારું મ રાખશો કાચુંરે. મુ. કહે નિષ્કુળાનંદ એ સાચુંરે. મુ. ૬

મૂળ પદ

માહાવીર કહે મહંતોરે સાધુજી, સુણો શિયળવ્રત સહુ સંતોરે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી