છઠી વાડ્ય સાધુ સાંભળીરે. વિષે સુખ વિસારજો વળીરે.૭/૧૨

વાડ્ય ૬ છઠી
 
છઠી વાડ્ય સાધુ સાંભળીરે. વિષે સુખ વિસારજો વળીરે. 
જોગી થયા મોર્ય જે સુખ માણ્યુંરે, તેને સંભારતાં હોય હાણ્યુંરે. 
ખાનપાન માન નારી સંગેરે, ચડે ચિતવતાં વિખ અંગરે. 
માટે ન સુંણવું ગ્રામ ગીતરે, હરિ ચરણ ચિતવવાં ચિતરે. 
સુખ સંસારનાં ન સંભાળોરે, મેલો મેલે કાંચળી જેમ કાળોરે. 
પાળો વ્રત રાખો રૂડી રીતિરે, કહે નિષ્કુળાનંદ જાઓ જીતીરે.  ૬ 

મૂળ પદ

માહાવીર કહે મહંતોરે સાધુજી, સુણો શિયળવ્રત સહુ સંતોરે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી