સાતમે રસે ભરેલો આહારરે, કહે કેવળિ ન કરવો અપારરે૮/૧૨

વાડ્ય ૭ સાતમી

સાતમે રસે ભરેલો આહારરે, કહે કેવળિ ન કરવો અપારરે. ૧

ખાંડ ખારવો તુપ તે જાંનરે, જેણે વાધે શરીરનો વાનરે. ર

જાગે કામ લાગે લાય અંગેરે, પછે રાચે રમણીને રંગેરે. ૩

આહાર લાલચ્યે અખાડો પડીયોરે, પછે મોડેથી મારગે ચડીયોરે. ૪

માટે મહાવીર કહે મુનિજનરે, આહાર સરસે ન કરવું ભોજનરે. પ

એમ કરતાં નહિં કરે વિચારરે, નિષ્કુળાનંદ કે થાશે તે ખ્વારરે. ૬

મૂળ પદ

માહાવીર કહે મહંતોરે સાધુજી, સુણો શિયળવ્રત સહુ સંતોરે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી