આઠમીયે ક્યું કેવળીરે કે, આહાર અધીકો કરતાં, ૯/૧૨

 વાડ્ય ૮ આઠમી રાગ ધોળ

મેં તો સગપણ કીધું રે શામળિયા સાથે એ ઢાળ.
આઠમીયે ક્યું કેવળીરે કે, આહાર અધીકો કરતાં,
જાયે શિયળ સંતોરે કે, પૂરણ પેટ ભરતાં.      
આવે ઉંઘને આળસરે કે, ભજનમાં ભંગ પડે,
થાય પુષ્ટ શરીરેકે, ચિતડું તો ચાળે ચડે.            ર
દિનદિન દેહ દેખીરેકે, પછે ફરી ફરી ફૂલે,
હાડ માંસમાં હુંહુંરેકે, કરી કરી હરી ભૂલે.              ૩
આહાર અધિકો કરતાંરેકે, શિયળ જાય સુપને,
જાગ્રતમાં વશ થૈરેકે, વરતે સંકલ્પને.                ૪
જેમ બંધૂક બગડેરેકે, દારુ જો ડોઢો ભરે,
તેમ શિયળ બગડેરેકે, આહાર જો અધિકો કરે.    પ
માટે આહાર અધીકનીરેકે, મહાવીરે મના કરી,
કહે નિષ્કુળાનંદરેકે, વાત એ માનજો ખરી.         ૬
 

મૂળ પદ

માહાવીર કહે મહંતોરે સાધુજી, સુણો શિયળવ્રત સહુ સંતોરે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી