નવ વાડ્ય લૈયેરેકે, સંતો સુખ શિયળ તણું, ૧૧/૧૨

પદ-૧૧-૧૮ર

નવ વાડ્ય લૈયેરેકે, સંતો સુખ શિયળ તણું,

નહિ ઉલંઘે એનેરેકે, તેતો મુને વહાલા ઘણું. ૧

જગ પાવન કરવારેકે, વિચરશે વિતરાગી,

પરમારથી પુરારેકે, ધન ત્રિયાના ત્યાગી. ર

એ સાધુ સનાતનરેકે, ઉજ્વલ જન અસલી,

અતી ભાવ ભરોસેરેકે, કરશે ભકિત ભલી. ૩

એહ વિન્યા પાખંડીરેકે, ખંડ ડંડી ખાશે,

મેલી મારું શરણુંરેકે, કરમના ગુણ ગાશે. ૪

મહા મલીન મનનારેકે, કબુધી ન જાય કયા,

કુલખણા એમ કેશેરેકે, પ્રભુ પણ કર્મ થયા. પ

એહ નહિ અમારારેકે, કેવલીયે ક્યું સોઇ,

કહે નિષ્કુળાનંદરેકે, એતો પ્રભુના દ્રોહી. ૬

મૂળ પદ

માહાવીર કહે મહંતોરે સાધુજી, સુણો શિયળવ્રત સહુ સંતોરે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી