ધન્ય ધન્ય એ સાધુરેકે, શિયળ પાળે પ્રીતે૧૨/૧૨

ધન્ય ધન્ય એ સાધુરેકે, શિયળ પાળે પ્રીતે,

એક મહા પ્રભુ મેલીરેકે, બીજું નવ આણે ચીત્તે. ૧

શિયળને સમઝેરેકે, શોભા સાધુતણી,

કલ્યાણને અર્થેરેકે, ભજે ભગવંત ધણી. ર

મન ક્રમ વચનેરેકે, ગુણ હરિના ગાય,

કોઇ કાળે ન કહેરેકે, કેવળી કર્મ થાય. ૩

સદા સર્વદા સમઝેરેકે, અખંડ પ્રભુ મારો,

એવા સાધુને વરતેરેકે, અહોનિશ ચોથો આરો. ૪

કરતવ્ય કરમનુંરેકે, બળવળી નવ્ય રદે,

નિરદોશ હરિનેરેકે, સદા સમઝે રુદે. પ

એવા સંત શિરોમણીરેકે, મળ્યે મહા દુઃખ ટળે,

કહે નિષ્કુળાનંદરેકે, એથી મહા પ્રભુ મળે. ૬

ઇતિ શ્રી શિયળની નવ વાડ્યનાં પદ સંપૂર્ણ.

મૂળ પદ

માહાવીર કહે મહંતોરે સાધુજી, સુણો શિયળવ્રત સહુ સંતોરે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી