શ્રીજી પધાર્યા સ્વધામમાંરે, મેલી પોતાના મળેલ,
તે પણ તન ત્યાગશેરે, તારે રખે પડતી જો ભેળ. શ્રી ૧
તારે ભકિત મને કેમ ભાવશેરે, ધર્મ પર્ય રેશે જો દ્વેશ,
વાત વૈરાગ્યની નહિ ગમેરે, જ્ઞાનનો નહિ રહે લેશ. શ્રી. ર
ક્ષમા દયાને આદિનતારે, સ્યા સારુ રેશે સંતોષ,
ત્યાગ તે પણ ટકશે નહિરે, તે તો જોઇ મુકયો છે જોષ. શ્રી.૩
મનમાને તેમ માલશેરે, ચાલશે ચિત્ત અનુસાર,
માથેથી બીક મટી ગઇરે, જેને કેનો ન રયો ભાર. શ્રી. ૪
પિસોરી જોડા તે પેરશેરે, તેલના ભીંજયા તૈયાર,
ચટકંતી ચાલ્યશું ચાલશેરે, જેને કેનો ન રયો ભાર. શ્રી.પ
પનાલાં પોતિયાં પેરશેરે, લાલ કોરે લીટી લગાર,
પેચે પાટલીયું પાડશેરે, જેને કેનો ન રયો ભાર. શ્રી. ૬
અવળ પછેડિયું ઓઢશેરે, તેમાં મર હોય જો તાર,
બણી ઠણીને બેસશેરે, જેને કેનો ન રયો ભાર. શ્રી. ૭
મનમાન્યું માથે બાંધશેરે, રુડું હિંગલે રંગદાર,
બરોબર ગમતું ગોઠવશેરે, જેને કેનો ન રયો ભાર. શ્રી. ૮
ગાદી તકિયાને ગાદલાં રે, અવલ ઓશિસાં સાર,
સજયા સુંદર સમારશેરે, જેને કેનો ન રયો ભાર. શ્રી. ૯
ભાવતાં ભોજન જમશેરે, જેવો હશે પોતાને પ્યાર,
સારાં સ્વાદુ શોધશેરે, જેને કેનો ન રયો ભાર. શ્રી. ૧૦
ગરમ નરમ ગળ્યાં ચિકણારે, સુંદર વળી સુખ દેનાર,
ખટરસ ખોળીને આવશેરે, જેને કેનો ન રયો ભાર. શ્રી. ૧૧
સારાં શાક વઘારશેરે, મેલી ઘણા ઘીનો વઘાર,
જુકતે જુજવું જમશેરે, જેને કેનો ન રયો ભાર. શ્રી. ૧ર
પગેપાળા શીદ ચાલશેરે, આવે જેણે અંગે અજાર,
ઘોડાગાડીયું રાખશેરે, જેને કેનો ન રયો ભાર. શ્રી. ૧૩
મોટાંની મોટપ ઢાંકશેરે, નાખશે પોતાનો ભાર,
વાતુના વાયદા કરશેરે, જેને કેનો ન રયો ભાર. શ્રી. ૧૪
નારીધનને નંદશેરે, વાતમાં વારંવાર,
અંતરે અભાવ તો નહિ, જેને. શ્રી. ૧પ
ફાવતા દેશમાં ફરશેરે, તતપર થઇ તૈયાર,
ગામ ગમતાં તે ગોતશેરે, જેને. શ્રી. ૧૬
સારાં શહેરને શોધશેરે, જીયાં દુઃખ નોયે લગાર,
મીઠી રસોયુંને માનશેરે, જેને. શ્રી. ૧૭
છોટા છોટા શિષ્ગ રાખશેરે, ચાકરી કરવા બેચાર,
મોટાની મોબત્ય મૂકશેરે. જેને. શ્રી. ૧૮
ત્યાગ હોય ન હોય જો તનમાંરે, તેનો અતિ કરશે ઉચાર, ર
દંભે કરી દન કાઢશેરે, જેને. શ્રી. ૧૯
વૃતિ અંતરે વાળશે નહિરે, બઉબઉ વરતશે બાર,
લોકમાં લાજ વધારશેરે, જેને. શ્રી.ર૦
સર્વે દયાના સ્થળ દેખાડીયાંરે, એવાં બીજાં છેજો અપાર,
તન અભિમાની તે નહીં તજેરે, જેને. શ્રી. ર૧
આતો ભાખ્યું છે ભવિષ્યનુંરે, સૌ સમજી ગ્રેજો સાર,
નિષ્કુળાનંદકે એ નહિ ફરેરે, ક્યું છે મેં કરી વિચાર. શ્રી. રર