કરજો સતસંગીની સાયે, સતસંગીની સાયેરે, ૧/૧

ઓરા આવો છેલછબિલા એ ઢાળ.
કરજો સતસંગીની સાયે, સતસંગીની સાયેરે,
વાલા ધરમ સંકટની માંયેરે, કરજો સતસંગીની સાયે.  ટેક.
વિદ્યાર્થીને વિપ્ર વરણીયે, ભલી બાંધી છે ભેઠ,
સતસંગીની શ્રદ્ધા સ્વામી, નૈ રેવા દીયે નેઠરે  વાલા. ૧
સાંખ્યજોગીને શસ્ત્ર ધારી સન્યાસીને સંત,
લાવો લાવો લાવો કરે, ફરે લેવા અંતરે.  વા. ર
અસન વસન વાસન વળી જેજે જોયે સમાજ,
અવશ્ય એતો આપવું પડશે, ન આપે તો ન રહે લાજરે.  વા. ૩
ઘરનું હોયે તો ઘોળું પરું, કાઢી અપાયે કેમ,
સુખ જુનાનું જોઇને નવા, ધારતાં નથી નિમરે.  વા. ૪
નિત્યે ઉઠીને નવલા આવે, ગાવે માતમ મુખ,
કોટિ ઉપાયે કેડ ન મૂકે, એ વાતનું દુઃખરે.  વા. પ
એતો સૌ સરખું ક્યું, વળી કેવાનું એક,
રસ્તાના રેનારની, કેદી ટકશે નહિ ટેકરે.  વા. ૬
જેમ છે તેમ જણાવતો નથી, અંતર જામી અલબેલ,
વાલમ વેલા વારે ચડજો, વળી મ કરજો વેલરે.  વા. ૭
આવું સાંભળીને સમજુ હોય તે, કરજો હૈયામાંયે તોલ,
કર વજાડીને એતો કહે, નિષ્કુળાનંદ બોલરે.  વા. ૮

 

 

મૂળ પદ

કરજો સતસંગીની સાયે, સતસંગીની સાયેરે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી