વાલા લાગો છો રે મારા મન માન્યા મોહન.૧/૪

વાલા લાગો છો રે મારા મન માન્યા મોહન. વા.

તમને જોઇ મોયું મન. વા. મારા જીવના જીવન. વા.
મુજ નિર્ધનિયાનું ધન. વા.૧
મારા પ્રાણના આધાર. વા. ધર્મદેવના કુમાર. વા.
ઘણું ઘણું ઘનશ્યામ. વા. દન દોયલાના દામ. વા. ર
મારા આત્માથી અધિક. વા. કહું છું ઠાવકું હું ઠીક. વા.
મારા જીવમાં જડેલ. વા. અતિ અતિ અલબેલ. વા. ૩
છોજી સાચેરી મિરાંત. વા. તમને નિરખે છે નિરાંત. વા.
ઘણું ગુણવંતા ગોવિંદ. વા. સાચું કે નિષ્કુળાનંદ. વા. ૪

મૂળ પદ

વાલા લાગો છો રે મારા મન માન્‍યા મોહન.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી