મન માન્યુંછેરે ઘનશ્યામ તમારે સાથ૨/૪

મન માન્યુંછેરે ઘનશ્યામ તમારે સાથ.મ.

મારા નવલઅવલ નાથ. મ. શામળિયા સુખ દેણ. મ.

તમને નિર્ખી ઠરે નેણ. મ. ૧

જોઇ મોહન તારું મુખ. મ. આવ્યું અંતરમાં સુખ. મ.

સુંણી વાલપ્યના વેણ. મ. સુખકારી મારા સેણ. મ. ર

મીઠા બોલાજી મારાજ. મ. મારા સુખના સમાજ. મ.

જોઇ ચટકતી ચાલ. મ. લટકાળી વાલા લાલ. મ. ૩

છબી જોઇ તારી છેલ. મ. અળવીલા અલબેલ. મ.

આવે તમને જોઇ આનંદ. મ. એમ કહે નિષ્કુળાનંદ. મ. ૪

મૂળ પદ

વાલા લાગો છો રે મારા મન માન્‍યા મોહન.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી