ચિત ચોર્યુંછે રે પેરી સુંદર સુરવાલ.૩/૪

ચિત ચોર્યુંછે રે પેરી સુંદર સુરવાલ. ચિ.ચળકાવી જામા ચાળ. ચિ.
કસિ કમરે દુશાલ. ચિ.જોતાં વધારેછે વાલ. ચિ. ૧
પેરી ફૂલડાના હાર. ચિ. સજી સારા શણગાર. ચિ.
કંઠે ધારી મોતિમાળ. ચિ. કોટે પેરી પરવાલ. ચિ. ર
બાંધી પાઘલડી અનુપ. ચિ. મેલી છોગાં રસરુપ. ચિ.
તોરા લેકાવી તે માંયે. ચિ. સુખ સિંધુ સુખ સેમાયે. ચિ. ૩
એવી છબી વસી ઉર. ચિ. સામું જોઇને જરુર. ચિ.
સુખદાઇ સહજાનંદ. ચિ. સાચું કે નિષ્કુળાનંદ. ચિ. ૪ 

મૂળ પદ

વાલા લાગો છો રે મારા મન માન્‍યા મોહન.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી