પ્રાણી પુછુંરે શું શું કીધું, ભાતું કેવું લીધું૩/૪

પ્રાણી પુછુંરે શું શું કીધું, ભાતું કેવું લીધું. પ્રા.દેહ ધરી શું તું ચાલ્યો કરી. પ્રા.૧

હરિ શું ત્રોડી તેં તો કેશું જોડી. પ્રા.જન્મ સારો કિયાં ખોયો તારો. પ્રા.ર

સ્યા સુખમાંઇ તું રીયો બંધાઇ. પ્રા. સાચું કેજે વાત પૂછી જેજે. પ્રા. ૩

તોળી તપાસ થા હરિદાસ. પ્રા. નિષ્કુળાનંદ તો આવે આનંદ. પ્રા.૪

મૂળ પદ

મન મારારે વાત કઉં, સારી શિખ દઉં.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી