પ્રીત જડી નહિ મેલું ઘડી, તમ સાથે વાલા પ્રીત જડી, ૨/૪

પ્રીત જડી નહિ મેલું ઘડી, તમ સાથે વાલા પ્રીત જડી,

દુરજનિયાં છોને દાઝીને મરતાં, શું કરશે ઘણું ઘણું નડી. ત. ૧

કુળ કુટુંબનું કેણ ન માન્યું, લોકડિયાં છોને મરે લડી. ત. ર

માથાને સાટે મેલું નહિ માવા, એવી આંટી ઉરમાંયે પડી. ત.૩

નિષ્કુળાનંદના નાથ તમારી, લાગી છે મુજને લાલચડી.ત.૪

મૂળ પદ

આવો મળીયે દુઃખડાં દળીયે, અલબેલાજી આવો મળીયે.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી