બાંધ્યું બેલું હવે નહિ મેલું, તમ સાથે મારે બાંધ્યું બેલું.૩/૪

બાંઘ્યું બેલું હવે નહિ મેલું, તમ સાથે મારે બાંઘ્યું બેલું.

શિશને સાટે મેં સાબિત કીધું, તોયે સોંઘું મેં તો માન્યું સેલું. ત.૧

અલભ લાભ મેં આજથી લીધો. ખોટ ખાધી જે ન જાણું પેલું. ત.ર

નટવર નાથજી સાથે તમારે, લાજ તજી હવે આજ ખેલું ત.૩

નિષ્કુળાનંદના નાથ તમારું, રુપ અનુપ રૂદે રહેલું. ત.૪

મૂળ પદ

આવો મળીયે દુઃખડાં દળીયે, અલબેલાજી આવો મળીયે.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી