પ્રથમ જીભાયે જાળવી જમીયેરે, તારે ગોવિંદને મન ગમીયેરે૧/૭

મારી સાર લેજો અવિનાશીરે, એ ઢાળ.

પ્રથમ જીભાયે જાળવી જમીયેરે, તારે ગોવિંદને મન ગમીયેરે,

શુભાશુભ અનેક જે આહારરે, તેને જમવું તે કરી વિચારરે, ૧

એક ખાધે વાધે અતિ કામરે, એવો આહાર કરવો હરામરે,

એક ખાધે વાધે અતિ ક્રોધરે, જાયે જ્ઞાન ન મનાય બોધરે. ર

એક ખાધે વાધે ઉંઘ અતિરે, એક ખાધે ફરી જાયે મતિરે,

એક ખાધે પરવશ થાયેરે, એક પીધે જીવ થકી જાયેરે. ૩

ગાંજા ભાંગ્ય મદિરાને પમૃતરે, એને પીધે વાધે દુઃખ તરતરે,

હૈયે હરિજન તે શું ઉગરિયેરે, કહ્યું નિષ્કુળાનંદ એમ હરિયેરે. ૪

મૂળ પદ

પ્રથમ જીભાયે જાળવી જમીયેરે, તારે ગોવિંદને મન ગમીયેરે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી