શ્રવણે શુભાશુભ ઓળખીરે, ગાઇએ શુભ અશુભ જ પેખીરે ૨/૭

શ્રવણે શુભાશુભ ઓળખીરે, ગાઇએ શુભ અશુભ જ પેખીરે,

એક શબ્દ સુણી કામ જાગેરે, પછે પ્રીત પ્રેમદા શું લાગેરે. ૧

એક શબ્દે વ્યાપે અંગે કાળરે, સુણી ન રહે શરીર સંભાળરે,

એક શબ્દ સુણી થાયે પાપીરે, ખાયે માંસને થાયે સુરાપીરે. ર

એક શબ્દે ત્યાગે સત્ય ધર્મરે, એક શબ્દે કરે છે કુકર્મ રે,

એવા અનેક શબ્દની જાળરે, જેમાં બાંધ્યા જીવ બહુ કાળરે. ૩

દુષ્ટ શબ્દ મહા દુઃખકારીરે, જેણે ભ્રષ્ટ થાયે નરનારીરે,

સંતો ન કરો સોબત્ય એવા સાથેરે, કહ્યું નિષ્કુળાનંદ એમ નાથેરે.

મૂળ પદ

પ્રથમ જીભાયે જાળવી જમીયેરે, તારે ગોવિંદને મન ગમીયેરે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી