હવે કહું સ્પર્શ ની રીતરે, સહુ સાંભળજો દઇ ચિતરે ૩/૭

હવે કહું સ્પર્શ ની રીતરે, સહુ સાંભળજો દઇ ચિતરે.
સ્પર્શમાંહિ સાર અસારરે, તેનો કરવો મનમાં વિચારરે. ૧
વિખ વહ્નિ વીઁછી વિયાળરે, એને પરસે જીવ્યાનો જંજાળરે.
તેમ પરસવો નહિ જન પાપીરે, હોયે આરત્યવાન કદાપીરે. ર
મહા મલિન મન જેનું મેલુંરે, જાએ પુન્ય તે પરસ્યા પેલુંરે.
હોયે હત્યારો કલાલ કસાઇરે, તેની પરસવી નહિ પરછાઇરે. ૩
આવે કબુદ્ધિ પરસે શરીરેરે, કહ્યું નિષ્કુળાનંદ નરવીરેરે. ૪

મૂળ પદ

પ્રથમ જીભાયે જાળવી જમીયેરે, તારે ગોવિંદને મન ગમીયેરે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી