એમ રૂપની રીત અનેકરે, જોવું સમજુને કરી વિવેકરે. ૪/૭

એમ રૂપની રીત અનેકરે, જોવું સમજુને કરી વિવેકરે.
 રૂપવંત જોબન જુવતીરે, જેને જોતાં ન રહે સ્થિર મતિરે. 
 હેમ હસ્તીને હીરા હવેલીરે, તેને જોતાં મતિ થાય ઘેલી રે.
 સિંધુ શૈલ સર ને સરિતરે, જેવું જોયે તેવું થાય ચિત્તરે. 
 આવી રૂપની રીત અપારરે, તેને જોવું કરી વિચારરે.
 માટે નિયમ નયણમાં ધરવુંરે, પણ ફાટી નજરે ન ફરવુંરે. 
 વણ વિચારે જે જે જોવુંરે, તેતો ખોટામાં જીવત ખોવુંરે.
 માટે નયણાં જોડો હરિ ધ્યાનેરે, કહ્યું નિષ્કુળાનંદ ભગવાનેરે. 

મૂળ પદ

પ્રથમ જીભાયે જાળવી જમીયેરે, તારે ગોવિંદને મન ગમીયેરે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી