માને હો મન સોબત મળી છે રૂડા સંતની૪/૮

માને હો મન સોબત મળી છે રૂડા સંતની.

માને હો મન અવધી આવીછે દુઃખ અંતની. ૧

માને હો મન દેવને દુર્લભ દેહ પામીયો.

માને હો મન આજ તો અનેક દુઃખ વામીયો. ર

માને હો મન હીરો તે આવ્યો છે તારા હાથમાં.

માને હો મન સમજી મ ચાલે ઠગ સાથમાં. ૩

માને હો મન કામ ક્રોધ લોભ તે લેશે લુટી.

માને હો મન પછે પસતાઇશ શિશ કુટી. ૪

માને હો મન હાથ બાજી જીતી તે ન હારીયે.

માને હો મન કોપી પેટ કટારી ન મારીયે. પ

માને હો મન તક આવી તેતો નવ ચૂકીયે.

માને હો મન સદ્‌ગુરુ શરણ ન મુકીયે. ૬

માને હો મન સતસંગ તે તો નહિ ત્યાગીયે.

માને હો મન હરિજન પાસ વાસ માગિયે. ૭

માને હો મન નિષ્કુળાનંદ એ નિશ્ચે કરી.

માને હો મન સંત જીયાં ત્યાં સદા હરિ. ૮

મૂળ પદ

શ્રી રામ રામ વાયક વિવેકસું ઉચારિયે.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી