જંજાળી જીવ કર્યને વીચાર તું વીવેકનો, ૬/૮

જંજાળી જીવ કર્યને વીચાર તું વીવેકનો,જંજાળી જીવ ગ્રહે વીસવાસ ગુરુ એકનો. 
જંજાળી જીવ પ્રીત જે અનીતશું તે ટાળીયે,જંજાળી જીવ વીષેની વાટેથી મન વાળીયે. 
જંજાળી જીવ સુપના સરીખો તે સંસાર છે,જંજાળી જીવ જાગતાં જાવાનો નિરધાર છે. 
જંજાળી જીવ માત તાત ભાઇને તે ભગની,જંજાળી જીવ ઠાલી સોબત એ છે ઠગની. 
જંજાળી જીવ પિંડ ને બ્રહ્માંડ તે જાશે પડી,જંજાળી જીવ સુત વિત દારા ઘર છે ઘડી. 
જંજાળી જીવ વાદળની છાંયા તે જાશે વઇ,જંજીળીજીવ તન જાતે કોઇ જો તારાં નઇ. 
જંજીળી જીવ અનીતશું પ્રીત એવી કાં કરે,જંજાળી જીવ ખોટય મોટી ખાઇ ફુલ્યો કાં ફરે. 
જંજાળી જીવ નિષ્કુળાનંદ એહ શીખ છે,જંજાળી જીવ હજીયે ચેતે તો ઘણું ઠીક છે.  ૮ 

મૂળ પદ

શ્રી રામ રામ વાયક વિવેકસું ઉચારિયે.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી