સ્વપ્નું સમજો રે આ સંસારને, દુ:ખ દરિયો વિશાળજી ૧/૪

સ્વપ્નું સમજો રે આ સંસારને, દુ:ખ દરિયો વિશાળજી;
	પડયા પાછા નવ નીસરે, કોટિવાર ગળે કાળજી...સ્વપનું૦ ૧
માત તાત સુત જુવતી, સહુ સ્વારથિયો સાથજી;
	કામ સાધી કોરે રહે, દેવે જમડાને હાથજી...સ્વપનું૦ ૨
સગાં સંબંધી સહુ મળી, મોટો કીધો દઈ માનજી;
	વેગે ચડયો વેવારને, ભૂલ્યો ભક્તિનું ભાનજી...સ્વપનું૦ ૩
અશ્વ વેલ્યું પલંગ પાલખી, હાથી હિંડોળા ખાટજી;
	મેલી જાવું જીવને એકલા, મારું માનો શા માટજી...સ્વપનું૦ ૪
મહોલ ઝરૂખા માળિયાં, રૂડી રંગિત મેડીજી;
	તેને મેલાવી જમ મારતા, તુરત લઈ જાય તેડીજી...સ્વપનું૦ ૫
ખાન પાન સુખ સેજમાં, રહેતો હૈયે હુલાસજી;
	દયાનંદ કહે હરિ ન ભજ્યો, થયો નરકે નિવાસજી...સ્વપનું૦ ૬
 

મૂળ પદ

સ્વપ્નું સમજો રે આ સંસારને, દુ:ખ દરિયો વિશાળજી

મળતા રાગ

જંગલો

રચયિતા

દયાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
પૂર્ણસ્વરૂપ સ્વામી - સરધાર

શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503

પરંપરાગત (સ્વરકાર)
ઉપદેશવાણી
Studio
Audio
1
0