વિષય વિકાર જેણે કીધલા, તેને દુ:ખ અપારજી ૨/૪

વિષય વિકાર જેણે કીધલા, તેને દુ:ખ અપારજી;
	ત્રિવિધ તાપની ઝાળમાં, બળે ગરજુ ગમારજી...વિષય૦ ૧
ધન નારીની ઘણી ધાંખડી, રાત દિવસ હૃદે ધારીજી;
	શ્વાન શૂકર પેરે બોલતા, ગયા નર તન હારીજી...વિષય૦ ૨
દીપક દેખી પતંગિયાં, પડી તન જાળે જેમજી;
	રૂપવંતી નારી નીરખી, નર નાશ પામે તેમજી...વિષય૦ ૩
દેશ વિદેશ ડોળીને, ધને ભર્યા ભંડારજી;
	તોય તૃષ્ણા જેની નવ ટળે, ઊલટી વાધે અપારજી...વિષય૦ ૪
ભોગ સંસારી ભોગવી, કોઈ તૃપ્ત ન થાયજી;
	ઇન્દ્રિયો ઊંડી અપાર છે, વિષય નીરે ન ભરાયજી...વિષય૦ ૫
ખોટામાં મન ખોડિયું, વૈરાગ્ય વાત ન વિચારીજી;
	દયાનંદ કહે એવા નર, ચાલ્યા અવસર હારીજી...વિષય૦ ૬
 

મૂળ પદ

સ્વપ્નું સમજો રે આ સંસારને, દુ:ખ દરિયો વિશાળજી

મળતા રાગ

જંગલો

રચયિતા

દયાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
પૂર્ણસ્વરૂપ સ્વામી - સરધાર

શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503

પરંપરાગત (સ્વરકાર)
ઉપદેશવાણી
Studio
Audio
0
0