રૂડી રાંધી મેં રસિયાજી, ખાંતે ખીચડી રે ૧/૧

રૂડી રાંધી મેં રસિયાજી ખાંતે ખીચડી રે		...ટેક.
ચોખા દાળ જતન કરી જોઈ, નિર્મળ નીરે ધીરે ધોઈ;
	મધુરે મધુરે તાપે, માખણ શી ચડી રે	...રૂડી૦ ૧
ઘી ઘણુંય જમો અલબેલા, અથાણાં પાપડ રંગછેલા;
	ચોંપે શું ચોળાની કાજુ, કરી વડી રે	...રૂડી૦ ૨
દૂધ કઢી ને દહીં જમાવી, લલિત લવિંગે શું છમકાવી;
	ભૂધરને જમવાને કાજે, કરી કઢી રે	...રૂડી૦ ૩
દયાનંદ કહે દિલમાં ધારી, પ્રસાદી આપો હિતકારી;
	મોહનવરને હાથે મુજને, મોજ મળી રે	...રૂડી૦ ૪

 

મૂળ પદ

રૂડી રાંધી મેં રસિયાજી, ખાંતે ખીચડી રે

રચયિતા

દયાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
3
1