જુઓને આ જગબંધનની જેલ, તેને તોડવી મુશ્કેલ ૧/૧

જુઓને આ જગબંધનની જેલ, તેને તોડવી મુશ્કેલ...ટેક.
પ્રેમદા ને પૈસો પગમાં, બેડિયું જડેલ;
	સંતાનરૂપી હાથ કડિયું, ભીંસીને ભીડેલ...જુઓ૦ ૧
વૈભવરૂપી કીલો રચિયો, મોહનાં દ્વાર દીધેલ;
	તૃષ્ણારૂપી તાળું વાસ્યું, આશાની કૂંચીએ દીધેલ...જુઓ૦ ૨
લોભ માન ને ક્રોધ રૂપી, સજ્જડ પેરો મૂકેલ;
	કામ રૂપી જેલર આડો, આઠે પહોર ઊભેલ...જુઓ૦ ૩
એ જેલને તોડવા સારુ, મોટા મોટા મથેલ;
	સૌભરી પરાશર જેવા ભાગ્યા’તા, પણ પાછળથી પકડેલ...જુઓ૦ ૪
એ જેલને તોડવાનો છે, ખરાખરીનો ખેલ;
	દયાનંદ કે’ પ્રગટ પ્રભુના, શરણથી છે સહેલ...જુઓ૦ ૫
 

મૂળ પદ

જુઓને આ જગબંધનની જેલ, તેને તોડવી મુશ્કેલ

મળતા રાગ

ઢાળ : પગ મને ધોવા દ્યો

રચયિતા

દયાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા



હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
0
0