વાય વાય જો કુમતિ મતિ તારી રે, ૧/૧૨

 વાય વાય જો કુમતિ મતિ તારી રે, મેલી મોહન વદન જોઈ નારી રે;
	હાર્યો હેવાન કુમતિ જીતી બાજી રે, લાગી પેજારુ ન આવી લાજ પાજી રે-૧
તેં તો ખારીબલાને ખોળી લીધી રે, તેં તો વાઘણી શું વાલપ કીધી રે;
	તજી મહારસ મહાપ્રભુ મેવા રે, જાણી ઝેરનું પારખું જા છ લેવા રે-ર
તેં તો સ્નેહ કીધો સર્પણી સાથે રે, માગી લીધું મૂરખ દુ:ખ માથે રે;
	ઘણી ઘાત થઈ છે ઘરમાંઈ રે, તેનો તુજને વિચાર નહીં કાંઈ રે-૩
તારું વિષય સંગાથે મન બાંધ્યું રે, આંબ તજીને આકફળ ખાધું રે;
	તેં તો વણસાડયું છે કાજ તારું રે, કહે નિષ્કુળાનંદ તે સારુ રે-૪
 

મૂળ પદ

વાય વાય જો કુમતિ મતિ તારી રે,

મળતા રાગ

ગરબી

રચયિતા

નિષ્‍કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભગવત્ચરણદાસજી સ્વામી- રાજકોટ ગુરુકુલ

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
ભગવત્ચરણ સ્વામી કીર્તન
Studio
Audio
1
0