ધિક ધિક જો તારો અવતારરે, તેં તો ન કર્યો તે નર વિચારરે. ૨/૧૨

ધિક ધિક જો તારો અવતારરે, તેં તો ન કર્યો તે નર વિચારરે. ૧

ચૌદ લોકને ગઇ છે નારી ચાવીરે, તુને તેની તે પ્રતિત કેમ આવીરે. ૨

બ્રહ્મા સરીખાને જેણે જો ભુલાવ્યરે, શિવ સરીખાને નેણે ડોલાવ્યારે.૩

જેણે એકલશીંગીને અંધ કીધોરે, જેણે પારાસર પકડીને લીધોરે. ૪

કીધું નારદ તણું તે મુખ કાળુંરે, ઋષિ સૌભરી તણું તે તપ ટાળ્યુંરે. પ

જેણે અંધ તે અસુર કુળ કીધું રે, કહી અમૃતને જો વિખ દીધુંરે. ૬

જેણે રાવણ તણું તે કુળ ખોયુંરે, ત્યાં તારું તે મન કેમ મોયુંરે. ૭

લીધું દુઃખ તે અલપ સુખ સાટેરે, કહે નિષ્કુળાનંદ તેહ માટેરે. ૮

મૂળ પદ

વાય વાય જો કુમતિ મતિ તારી રે,

રચયિતા

નિષ્‍કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી