એક અચંબો આવે છે અતિ ભારીરે, ૪/૧૨

 

એક અચંબો આવે છે અતિ ભારીરે, 
તુંને લાજ નથી આવતી લગારીરે.
લખચોરાશી કુટુંબ કુળ તારુંરે, ખર સુકરમાં કેને કોણ સારુંરે.
ઇંડજ ઉદ્‌ભિજ સ્વેદજને જરાયોરે, વાર અનેક તું ઉપજો મરાયોરે.
ઉંચ નીચમાં લીધો તેં અવતારરેં, આધે સુપચ દૈ વરણ અઢારરે.
એક એકને ઉદર નર આવ્યોરે, તું તો સર્વે તણો સુત કહાવ્યોરે.
તેની લાજ કાંઇ નાવી તુને લેશરે, હવે આપીયે તે શિયો ઉપદેશરે.
દીઠો નહિ કોઇ તુજ જેવો ડાયોરે, તુંતો ભુખથી ને દુઃખથી ન કાયોરે.
કહે નિષ્કુળાનંદ તે કેટલુંરે, માન તજી હજી માન્ય તો છે ભલુરે.

મૂળ પદ

વાય વાય જો કુમતિ મતિ તારી રે,

રચયિતા

નિષ્‍કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી