એક મુરખને હાથ મણી મળીરે, ૭/૧૨

એક મુરખને હાથ મણી મળીરે, જોઇ ચાખી સુંઘી ન લાગી ગળીરે. 
હતો વેવલો ને કેવાતો વિવેકીરે, જોઇ તોડી ફોડી નાખી નરે ફેંકીરે. 
તેમ સતસંગ મળ્યે શિરોમણીરે, હતી બાલ બુદ્ધિ કુબુદ્ધિ તે ઘણીરે. 
તેણે સતસંગ રંગ અંગે ત્યાગ્યોરે, કાળા કાંબળાને કસુંબો ન લાગ્યોરે. 
રહ્યો પથર કોરો જો પાણી માંયેરે, જેમ જળ મળ્યે જવાસો સુકાયરે. 
મળી મર્કટને રાજ સાજ રીધીરે, દેખી ટોપરું ને તરત ઠેક દીધીરે. 
મળી અલપમતીને વાત મોટીરે, કરે અનુમાન જ્ઞાન કહે ખોટીરે. 
મળી અનોપમ મોજ તે જ ત્યાગીરે, કહે નિષ્કુળાનંદ એ અભાગીરે. 

મૂળ પદ

વાય વાય જો કુમતિ મતિ તારી રે,

રચયિતા

નિષ્‍કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી