જેમ સરપને પાળે દુધ પાય રે, ૮/૧૨

જેમ સરપને પાળે દુધ પાય રે,

તેનો ઘરનાં પરનાં ખીજો ખાયરે. ૧

જેમ વેરીને શીખવે વિદ્યાવિધીરે,

કરે દાવ ઘાવ પાછો પરસીધિરે. ર

દેખે દિનમાં અંધારું ખાંચે ખોળીરે,

એવા અંધ નર ઉલુકની ટીળીરે. ૩

એવો નર કોયે ન દીઠો નઠારોરે,

મળ્યું કલ્પવૃક્ષ માગ્યો છે કુઠારોરે. ૪

પડ્યું અવળું ન સુજે બીજુ આજરે,

રીઝ્યા રાજ પાસ માગી છે પિયાજરે. પ

હરિ કલ્પવૃક્ષ સમ કાવેરે,

મળે તેને તેવું જેને જેવું ભાવેરે. ૬

કેશે દૈવનો ચોર મેલ્યું દેખીરે,

પણ અંતરની ઇચ્છા ન ઉવેખીરે. ૭

પડી જનમ આંતરે વાત પાચીરે,

કહે નિષ્કુળાનંદ તેહ સાચીરે. ૮

મૂળ પદ

વાય વાય જો કુમતિ મતિ તારી રે,

રચયિતા

નિષ્‍કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી