ગુરુ ગમ વિના વણશા વેદાંતીરે, ૯/૧૨

ગુરુ ગમ વિના વણશા વેદાંતીરે, જેમ વેશ્યા જો જોબને મદમાતી રે..
તેણે મેલી મન તન મરજાદરે, જેમ મનફર નરેં પીધો માદરે. 
કરે પાપ આપ પાપથી ન બીયેરે, તજી શુભ ખુબ અશુભને લીયેરે. 
કહે સ્વર્ગ નરક સર્વ ખોટુંરે, વણ સમઝે વસાવ્યું વેર મોટુંરે. 
ખરી ખબર ખોળીને નવ કાઢીરે, કર્યાં કરમ ધરમ વેલ વાઢીરે. 
કુટ્યા કુશકા મુરખે કણ મૂકીરે, તેમાં ફાકડો ન ભર્યો ક્યારે ફૂંકીરે. 
કહે એક બ્રહ્મ બ્રહ્મનો વિલાસરે, કહે એમ રહે દામ દારા દાસરે. 
એવા વાયક જ્ઞાની જે વગુતારે, તેને નિષ્કુળાનંદ કહે કુતારે. 

મૂળ પદ

વાય વાય જો કુમતિ મતિ તારી રે,

રચયિતા

નિષ્‍કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી