કર્યો વેદાંતીનો જેણે વિશ્વાસરે, તેતો ચડી ચોટ પડ્યા જમ પાસરે. ૧૧/૧૨

 

કર્યો વેદાંતીનો જેણે વિશ્વાસરે, તેતો ચડી ચોટ પડ્યા જમ પાસરે.
તેને સર્વે સાધનથી જો ટાળ્યોરે,  પામ્યો વાટ ઘાય અરણથી વાળ્યોરે.
મળ્યો મોક્ષનો મારગ તે મેલાવ્યોરે,  એક બ્રહ્મ કહી ભરમે ભુલાવ્યોરે.
નાખ્યો મોક્ષનો અકુંર તેનો મોડીરે, લઇ અંતર બારની આંખ્યો ફોડીરે.
થયો અંધ ને ન સુજે વાટ સીધીરે, અહં બ્રહ્મ એમ વાત શીખી લીધીરે.
નથી જાગ્રત સુપને સુધ રે'તીરે, શકે સુષુપ્તિમાં તે કેમ ચેતીરે.
ભાળ્યો નોયે તો ભાળ્યો બ્રહ્મજ્ઞાનીરે, થયો અવસ્થાયે આવર્યો અજ્ઞાનીરે.
તેના સંગનું કરે છે હરિ વારુંરે, કહે નિષ્કુળાનંદ તેહ સારુંરે.

મૂળ પદ

વાય વાય જો કુમતિ મતિ તારી રે,

રચયિતા

નિષ્‍કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી