કાનુડા કેતો તારે કાજ સીવાડુ ઝુંલડીરે લોલં એ ઢાળ.૧/૪

 પદ-૧- રર૮ રાગ ગરબી સોરઠ
કાનુડા કેતો તારે કાજ સીવાડુ ઝુંલડીરે લોલં એ ઢાળ.
સખીરે ધન્ય આજ અમારાં ભાગ્યેકે, હરિવરને વરી રે લોલ, 
સખીરે હરિયે હેતે ગ્રહ્યો હાથ, સનાથ નાથે કરીરે લોલ.
સખીરે મુને મેર્ય કરીને મહારાજકે, ભેટ્યા હરિ ભાવશુંરે લોલ, 
સખીરે મારાં અંગમાં આનંદ ન માયેકે, મલતાં માવશુંરે લોલ.
સખીરે લીધું અલબેલે આલિંગનકે, તનડું ટાઢું થયુંરે લાલ, 
સખીરે જોતાં સુંદર વદન અનુપકે રુપ રુદિયે રયુંરે લોલ.
સખીરે મારૂં મળતામાં હરીયું મનકે, જીવન રઇ જોઇનેરે લોલ, 
સખીરે નયણે નિર્ખી નાભિ તનકે, મન રયું મોઇનેરે લોલ.
સખીરે મારા નયણાં ત્રપત ન થાયકે, નિરખતાં નાથનેરે લોલ, 
સખીરે બેઠી શામ તણે સનમુખકે, હું તો જોડી હાથનેરે લોલ.
સખીરે મારા મનમાં મોહ ન માયેકે, વાલમશું વાલ છેરે લોલ, 
સખીરે મારું ચિત્ત થયું છે ચકોરકે, ચંદ નંદલાલ છેરે લોલ.
સખીરે જોયા જુગત્યે જીવન પ્રાણકે, સુજાણ જો શામનેરે લોલ, 
સખીરે તેણે સમ્યા તનમન તાપકે, પામ્યા વિરામનેરે લોલ.
સખીરે મારે હૈડે હરખ ન માયેકે, હેતેસું જોયા હરિ રે લોલ, 
સખીરે મળ્યા નિષ્કુળાનંદનો નાથકે, મગન મુને કરીરે લોલ.

મૂળ પદ

કાનુડા કેતો તારે કાજ સીવાડુ ઝુંલડીરે લોલં એ ઢાળ.રીરે.

રચયિતા

નિષ્‍કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી