સખીરે જોને આ વ્રજ વાત અનુપકે, રુપ જોયું રાજનુંરે લોલ, ૨/૪

સખીરે જોને આ વ્રજ વાત અનુપકે, રુપ જોયું રાજનુંરે લોલ,

સખીરે જોને સુંદરકારી સુખકે, મુખ તે મહારાજનુંરે લોલ. ૧

સખીરે જોને ઝળકે નલવટ્ય જોત્યકે, ખદોત્ય જોત્ય ખીણ છેરે લોલ,

સખીરે જોને નિરખી હરખે મનકે, જન જે પ્રવિણ છેરે લોલ. ર

સખીરે જોને નિરમલ કમલ નેણકેં વેણ મુખ્ય વાલ્યપ્યનાંરે લોલ,

સખીરે જોને ચોટિયાં છે ચિતકે, લટકાં લાલનાંરે લોલ. ૩

સખીરે જોને અધરે અમૃત વરસાતકે, દિપવું દાંત તણુંરે લોલ,

સખીરે જોને કંઠ કંબુને સમાનકે, ઉર તે ઓપે ઘણુંરે લોલ.૪

સખીરે જોઇ નાભી નિરખી નેણકે, સુંદર શ્યામનીરે લોલ,

સખીરે જોયા પાહોલીયારે પાવનકે, હરિ કલ્યા કામનીરે લોલ.પ

સખીરે જોઇ અંગો અંગ અનુપકે, રુપ રુદિયે રયુંરે લોલ,

સખીરે જોને અનેક જનમનું જે અઘકે, દુર દેખતાં થયુંરે લોલ. ૬

સખીરે મારાં સરીયાં સર્વે કાજકે, લાજ રહી લાખનીરે લોલ,

સખીરે મેતો નિરખ્યા નિરમલ નાથકે, સુફલ ગતિ આંખનીરે લોલ. ૭

સખીરે જોને ધન ધન અવસર આજકે, મહારાજ મુજને મળ્યારે લોલ,

સખીરે જોને નિષ્કુળાનંદનો નાથકે, અઢળ આજ ઢળ્યારે લોલ.૮

મૂળ પદ

કાનુડા કેતો તારે કાજ સીવાડુ ઝુંલડીરે લોલં એ ઢાળ.રીરે.

રચયિતા

નિષ્‍કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી