સખીરે મારે પુન્ય તણો નહીં પારકે, મોરારી આવ્યા મોલમાંરે લોલ, ૩/૪

સખીરે મારે પુન્ય તણો નહીં પારકે, મોરારી આવ્યા મોલમાંરે લોલ,

સખીરે એનાં શિયાં કરુરે વખાણકે, અતોલ નાવે તોલમાંરે લોલ. ૧

સખીરે જેનો માપ ન થાયે થાપ, અમાપ એહી એક છેરે લોલ,

સખીરે ઇતો અનેક માંહે જો એકકે, ઇ એકમાં અનેક છેરે લોલ. ર

સખીરે એની આદ્ય ન કહે કોઇકે, અંત નથી આવતોરે લોલ,

સખીરે તેતો મઘ્યે મૂરતિ મહારાજ, ભુધર મન ભાવતોરે લોલ.૩

સખીરે એતો કોટય સૂર્ય શિર તેજ, શિતળ કોટ્ય સોમ્યથીરે લોલ,

સખીરે એતો ઉડપણે નહિ પાર, અપાર કોટ્ય વ્યોમથીરે લોલ. ૪

સખીરે એતો કોટ્ય ઇંદ્રિ શિર ઇશ, મહિશ શિરમોડ છેરે લોલ,

સખીરે એતો અજ તણા જો આધારકે, વંદે વિષ્નુ ક્રોડ છેરે લોલ.પ

સખીરે જોને કોટ્ય સાયરથી ગંભીરકે, ધાર કોટ્ય વીરથીરે લોલ,

સખીરે એતો કોટય દેવન શિર દેવકે, પિર કોટ્ય પિરથીરે લોલ.૬

સખીરે જોને કોટ્ય દાતાના દાતારકે, દીન દુરબળથીરે લોલ,

સખીરે દેશે કોટ વજરથી કઠોરકે, કોમળ જો કમળથીરે લોલ. ૭

સખીરે એતો સામ્રથ સર્વે અંગકે, અપાર અજીતછેરે લોલ,

સખીરે એવા નિષ્કુળાનંદનો નાથકે, સાથ્યે મારે પ્રીતછેરે લોલ. ૮

મૂળ પદ

કાનુડા કેતો તારે કાજ સીવાડુ ઝુંલડીરે લોલં એ ઢાળ.રીરે.

રચયિતા

નિષ્‍કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી