વાલાજી વેલારા આવો રૂડા રંગભીનાજીરેઃ૩/૪

વાલાજી વેલારા આવો રૂડા રંગભીનાજીરેઃ

વાયદો કરીને વાલા નાવ્યા કોયે દીનાજીરે. ૧

વાટડી જોતારે વાલમ જોબન સારૂં જાયેજીરેઃ

અવસરે આવો નહીં અચંભો એ થાયેજીરેં. ર

આશાયે વલુંધાં અમે અંતરમાં ઉદાસીજીરેઃ

વદન જોવાને વાલમ નયણા પિયાસીજીરે.૩

ઘરડું સંભાળો ગીરધર ધણી હવે થાય જીરેઃ

અંતરની વાતું અમે કૈ આગળ કેવાયેજીરે. ૪

અમથું આંગણિયું મારૂ અડવું શ્યું દીસેજીરેઃ

ઘરમાં ગરતા મારૂ હઇડું ન હીંસેજીરે. પ

સેજડી તો સામું સ્વામી જોયું નવ્ય જાયેજીરેઃ

મંદિર મોહનજી વિન્યા ખાલી ખાવા થાયેજીરે. ૬

અનાથુંના નાથ તમે આવો અલબેલાજીરેઃ

અવગુણીયા અમારાં તમે છાંડોને છબીલાજીરે. ૭

દુઃખડા અનેક મારે તમે આવે ટળશેજીરેઃ

નિષ્કુળાનંદના સ્વામી મળે શાંતિ વળશેજીરે. ૮

મૂળ પદ

પંથીડા કરીને પાંખુ જાયો પીયુ પાસજીરે

રચયિતા

નિષ્‍કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી