આનંદ આવે છે અમને જીવન તમને જોઇનેજીરેઃ૪/૪

 આનંદ આવે છે અમને જીવન તમને જોઇનેજીરેઃ

મનડું રયું છે મારૂં મોહન તમ પર મોઇનેજીરે.     
અંગડાની શોભા ઘણું શોભે છે સારીજીરેઃ
ચટકંતી ચાલ્ય ઉપર વાલા જાઉ વારીજીરે.           
લટકાળા લટકંતા આવો અમ ઘેરયજીરેઃ
અલબેલા આવો આવી આનંદની લેરયજીરે.         
નખશિખા શોભા જોઇ મોયું મન મારૂંજીરેઃ
તન મન ધન વાલા તમ પર વારૂજીરે.                   
તોયે ઓશીગળ વાલા અમેરે ન થાયેજીરેઃ
તન મન ધન દેતાં દીધું ન કાયેજીરે.                       
અઢળક ઢળ્યાછો આજ મોટી કરી મેર્યજીરેઃ
મનોહર મન માન્યા આવ્યા અમ ઘેરજીરે.             
દીનબંધું દયા કરી દરશન દીધાજીરેઃ
અલબેલા વાલા અમને પોતાનાં કીધાંજીરે.            
અનાથુંના નાથ વાલા વિસર્યા નહીં અમનેજીરેઃ
નિષ્કુળાનંદના સ્વામી ધન્ય ધન્ય તમનેજીરે.        

મૂળ પદ

પંથીડા કરીને પાંખુ જાયો પીયુ પાસજીરે

રચયિતા

નિષ્‍કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી