સખી ઓળખી અંતરમાં રાખોરે.૨/૪

સખી ઓળખી અંતરમાં રાખોરે.

પૂરણ બ્રહ્મ પ્રગટ્યા.હવે દીન પણું દુર નાખોરે. પુ. ૧

જેના દરશને દુષ્ક્રિત જાયેરે. પુ. જેને પર્સે પાપ પલાયેરે. પુ. ર

જેની કિરતિ સુણે કોયે કાનેરે. પુ.તેતો ઓદર ન આવે માનેરે પુ. ૩

જેના જીભાયે કરીને જશ ગાયેરે. પુ.તેનું જીવતવ્ય સફળ થાયેરે. પુ.૪

જેને વાલોજી વાલપ્યે બોલાવેરે.પુ.તેણે સમતોલ કો કોણ આવેરે. પુ.પ

તે તો સંત હેતે હરિ આવ્યારે. પુ.રીત્ય નૌતમ નવલી લાવ્યારે. પુ.૬

રાખ્યા જતિ સતિને રૂડી રીતેરે.પુ.આપ્યો ઉપદેશ પૂર્ણ પ્રિતેરે. પુ.૭

ધન્ય ધન્ય જીવત અમારુંરે. પુ.જે દરશન થયુ છે તમારુંરે. પુ.૮

કરો અનેક તણો ઓધારરે.પુ.એવો અલૌકીક ધર્યો અવતારરે. પુ.૯

કર્યા કારજ્ય અલૌકીક એવારે.પુ.સુખ નિષ્કુળાનંદને દેવારે. પુ.૧૦

મૂળ પદ

મોટે ભાગે મળ્‍યાછો મુનેરે, અકળ અલબેલા.

રચયિતા

નિષ્‍કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી