તમે સુંદર સુખડાં દીધારે. સુંદર શામળીયા.તમે અમને પોતાના કીધારે.૩/૪

તમે સુંદર સુખડાં દીધારે. સુંદર શામળીયા.તમે અમને પોતાના કીધારે. સું ૧

તમે તન જાણીને તેડાવ્યારે.સું લીલા કરીને લાડ લડાવ્યારે સું.ર

તમે સર્વ સખીને તેડાવીરે.સું.ગોપી ઘર તજીને વન આવીરે. સું.૩

તજી લોક કુટુંબની લાજરે.સું.તેતો પીયુજી તમારે કાજરે. સું.૪

તમે હેતે કરીને બોલાવ્યારે.સું.તેના ઘરના કાજ ભુલાવ્યારે. સું.પ

તમે રાસ રમાડયા રૂડી રીતેરે.સું. પરિપૂર્ણ કર્યાં પિઉ પ્રિતેરે. સું.૬

મારી હોસ હૈયામાં હુતીરે.સું.તે તો પીયુજી મારી પોતીરે. સું.૭

મારા સરવે કારજ સર્યારે.સું.તન મન તમ ચરણે ધર્યાંરે સું.૮

અમે પીયુજી તમારા કેવાણારે. તે તો સર્વે જગતમાં જણાણારે. સું.૯

છો આતમાના આધારરે.સું. કહે નિષ્કુળાનંદ નિરધારરે. સું.૧૦

મૂળ પદ

મોટે ભાગે મળ્‍યાછો મુનેરે, અકળ અલબેલા.

રચયિતા

નિષ્‍કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી