તમે અખંડ ને અવિનાશિરે. અખંડ અવિનાશી.પંડ બ્રહ્માંડ તણા પરકાશિરે ૪/૪

તમે અખંડ ને અવિનાશીરે. અખંડ અવિનાશી.પંડ બ્રહ્માંડ તણા પરકાશીરે અ.૧

થયા પુરુષ પ્રકૃતિને ભાવેરે.અ. થયા કાળ કર્મને અભાવેરે. અ.ર

થયા કારજ કારણને રુપેરે. અ.સત્વ રજ ને તમ સ્વરુપેરે. અ.૩

કીધો પંચભુતનો પસારરે.અ.દેવ દાનવ મુનિ નરનારે. અ.૪

પશુ પનંગ પંખી જે કહ્યાં રે અ. તે તો સરવે તમ થકી થયારે. અ.પ

કહ્યા સ્થુળ સુક્ષમ જે કથીરે. અ.કોયે તમ વિન્યા કેવા નથીરે. અ.૬

થયા સ્થાવર જંગમને રૂપેરે.અ.વળી રહ્યા અકળ ને અરૂપેરે. અ.૭

નથી આદ્ય અંતે કોયે અન્યરે.અ. તમે સર્વે તણું જીવનરે. અ.૮

તમે બહુરંગી ને બહુનામીરે.અ. થયા સદ્‌ગુરુ રૂપે સ્વામીરે. અ.૯

તમે અનેક રૂપે એક રહ્યારે.અજાઓ નિષ્કુળાનંદે કેમ કહ્યારે. અ.૧૦

મૂળ પદ

મોટે ભાગે મળ્‍યાછો મુનેરે, અકળ અલબેલા.

રચયિતા

નિષ્‍કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી