તમે વાત કરોને વાલારે, અમ ઘેર કોને કેમ આવ્યાઃ૧/૪

રાગ ગરબી પદ-૧ ર૪૦

અષાઢે આનંદકારીરે અમથી અળગા કેમ થયા એ ઢાળ.

તમે વાત કરોને વાલારે, અમ ઘેર કોને કેમ આવ્યાઃ

તમે ચૈતન્ય ઘનમયે મુરતિરે, બદલી બીજો વેશ લાવ્યા. ૧

સહી ઓછપ હતી શામળીયારે, પરિપૂરણ પોતે તમેઃ

કાવો અખંડ વ્યાપિક એવારે, કેમ કરી લયે અમે. ર

તમે અગોચર અવિનાશીરે, પ્રકાશી પંડ બ્રહ્માંડ તણાઃ

છો સમરસ રસના સિધુરે, મોટ પણે કાંઇ નહીં મણા. ૩

કહો એવું કેમ આવડ્યુંરે, આશ્રર્ય સરખું એ અમનેઃ

તમે ઇશ્વર કેમ કેવાણારે, પ્રેમ કરી પુછું તમને. ૪

તમે સામ્રથ કેમ સંતાડીરે, દીન સરીખા દીસો છોઃ

ગોપીના ગોરસ પીવારે, હઇડે ઘણું હીસોછો. પ

એ બોલી કયાં બદલાવીરે, કાલું કાલું બોલો છોઃ

એ મોટપ્ય કેમ મેલાણીરે, દેશ વિદેશે ડોલો છો. ૬

હું તો વિસમે પામી વાલારે, દલડામાં દિગમુઢ રઇઃ

સમજાવી કોને સ્વામીરે, દયાળુ દયાળ થઇ. ૭

છબીલા છળ છાંડીરે, કેજો કપટ મેલીનેઃ

નિષ્કુળાનંદના સ્વામીરે સુખ દેવા સાહેલીને. ૮

મૂળ પદ

તમે વાત કરોને વાલારે, અમ ઘેર કોને કેમ આવ્‍યાઃ

રચયિતા

નિષ્‍કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી