કરુણામયે મૂર્તિ મોહનરે, જન તણા મન હરો છોઃ૩/૪

કરુણામયે મૂરતિ મોહનરે, જન તણા મન હરો છોઃ
કરુણાની દ્રષ્ટિ કરીને, કારજ અમારા કરોછો. 
કરુણામયે મુખની વાણીરે, શિતળ સરીખું બોલો છોઃ
નથી રેતું કેવા કેડેરે, બોલીને બંધ ખોલો છો. 
કરુણામયે મુખની કાંતિરે, શોભે છે સુંદર સારીરેઃ
મોહનજી તારા મુખ પરરે, વાલમજી જાઉ વારીરે. 
કરુણામય હાસ વિલાસરે, લીધું મન કરને લટકેઃ
તારી ચાખડીયું ચમકાળીરે, ચાલો છો ચટકે લટકે. 
કરુણામયે અંગે આભુષણરે, કરુણામયે વસ્ત્ર વાલાઃ
કરુણાનું રૂપ ધર્યું છેરે, નિરખી જોયા નંદલાલ. 
કરુણામયે કરીયાં સર્વેરે, યતકિંચિત્ કારજ્ય કાંઇઃ
નથી તજવા જેવું તેમાંરે, ભજવા સરખું સુખદાઇ. 
કરુણામયે ક્રિપા કરીનેરે, નર તન રૂપે નાશ થયાઃ
દીનબંધુ દીનદયાળરે, અમ ઉપર્ય કાંઇ કરી દયા. 
મોહનજી મેર્ય કરીનેરે, આનંદ દેવા આવ્યા છોઃ
નિષ્કુળાનંદના સ્વામીરે, વાલા અમને ભાવ્યા છો.

મૂળ પદ

તમે વાત કરોને વાલારે, અમ ઘેર કોને કેમ આવ્‍યાઃ

રચયિતા

નિષ્‍કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૧
Studio
Audio
0
0