મેં તો સુખના સિંધુ જોઇરે બુદ્ધિ મારી ત્યાં બુડીઃ૪/૪

મેં તો સુખના સિંધુ જોઇરે બુદ્ધિ મારી ત્યાં બુડીઃ

મારે અરસપરસ એહ સાથેરે, બીજી સમજણ નહીં ઉંડી. ૧

હું તો કુંભક રેચક પુરકરે, જાણું નહીં કાંઇ સાધીનેઃ

અમે પ્રાણ અપાનને રુંધિરે, સમઝું નહીં સમાધીને. ર

મુંને આંખ્ય વિચિને અંતરરે, જોતાં નથી આવડતું:

મારે પરગટ મુકી બીજુંરે, ચિત્તે કાંઇ નથી ચડતું. ૩

હું તો લીલા ચરિત્ર લટકાંરે, વારંમવાર વિચારું છું:

મારા અતંરમાં અલબેલારે, શામળીયો સંભારુ છું. ૪

મારે એ સંધ્યાને સેવારે, રાત દિવસ રૂદીયે રાખું:

હું તો જીવનનું મુખ જોઇરે, અંતરમાંયે અભીલાખું. પ

મારે રે' છે સુખને શાંતિરે, અંતરમાં એણી રીત્યેઃ

ગુણ ગાઉ છું ગોવિંદનારે, પ્રેમ કરી પૂરણ પ્રિત્યે. ૬

મારે ઇ છે વાત અંતરનીરે, બાર્યે કંઇ બોલીનેઃ

નથી કરવું બીજું કાંઇરે, ભુધરજીને ભુલીને. ૭

સખી એ છે નાથ અમારોરે, અમેં તો છૈયે એનેઃ

નિષ્કુળાનંદના સ્વામીનેરે, ભુલીને ભજીયે કેને. ૮

મૂળ પદ

તમે વાત કરોને વાલારે, અમ ઘેર કોને કેમ આવ્‍યાઃ

રચયિતા

નિષ્‍કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી