વાત મેં તો વિચારી મને રે, વાલો મુને મળિયા સ્વપને રે ૧/૪

વાત મેં તો વિચારી મને રે, વાલો મુને મળિયા સ્વપને રે;
	એવું નોતું અમ પાસે કાંયે રે, જેણે કરી હરિ પ્રસન્ન થાયે રે-૧
મળિયા મેર્ય મોટી આણી રે, પાળો હરિ પોતાના જાણી રે;
	અહો વાત આશ્ચર્ય જેવી રે, આવી પળ ઓળખી લેવી રે-૨
ક્યાં હરિ અખિલ ભુવન પતિ રે, ક્યાં મુજ ગરીબ તણી ગતિ રે;
	આજ સમો મળિયો છે સારો રે, આવ્યો તકે અવતાર મારો રે-૩
મળવું મોઘું છે મારે માટે રે, ન મળે શત શિરને સાટે રે;
	તે હરિ હેત કરી મળિયા રે, અઢળ અમ ઉપર ઢળિયા રે-૪
કાઢી મને અંધધંધથી લીધી રે, ઓળખાણ પોતાની દીધી રે;
	કરી વહાલે વાલપની વાતુ રે, ભાંગી તેણે ભવતણી ભ્રાંતુ રે-૫
માન્યું ભાગ્ય મોટું મન સઈ રે, પ્રીત મારી પરબ્રહ્મ શું થઈ રે;
	નથી કાંઈ વાત સરખી વાત રે, નિષ્કુળાનંદના મળ્યા નાથ રે-૬
 

મૂળ પદ

વાત મેં તો વિચારી મને રે, વાલો મુને મળિયા સ્વપને રે

મળતા રાગ

ઢાળ : સંત જાણજો મારી મૂરતિ રે

રચયિતા

નિષ્‍કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ભુપાલી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
રહેજો આનંદમાં
Studio
Audio & Video
0
0