મળ્યા મને મેરય કરી માવા રે, નથી અમે ઓસિંગણ થાવા રે ૨/૪

મળ્યા મને મેરય કરી માવા રે, નથી અમે ઓસિંગણ થાવા રે;
	કર્યો ગુણ કોટ ગણો અમને રે, નથી કાંઈ અમે દેવા તમને રે-૧
તન મન ધન તમને દૈયે રે, તેણે શું જો ઓસિંગણ થૈયે રે;
	ગણી મને ઘરતણી ગોલી રે, તેણે મારા મનમાં રહી ફૂલી રે-૨
કરે કોણ તમ વિના સા’યે રે, સ્વારથ નોતો કાંઈ મુજમાંયે રે;
	પરમાર્થી એક તમે પોતે રે, નથી બીજો ન મળે ગોતે રે-૩
દયાળુ એક તમે દેવા રે, નથી બીજો અન્ય કોઈ કે’વા રે;
	મોટપણે એક તમે મોટા રે, બીજા સહુ અજ આદ્યે છોટા રે-૪
કૃપાળુ એક તમે કહાવ્યા રે, કૃપા કરી આજ હરિ આવ્યા રે;
	સુખદાયી એક અંતરજામી રે, નિષ્કુળાનંદ તણા સ્વામી રે-૫
 

મૂળ પદ

વાત મેં તો વિચારી મને રે, વાલો મુને મળિયા સ્વપને રે

મળતા રાગ

ઢાળ : સંત જાણજો મારી મૂરતિ રે

રચયિતા

નિષ્‍કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી