આજ મને મોહનજી મળિયા રે, અમ પર અઢળ ઢળિયા રે ૪/૪

આજ મને મોહનજી મળિયા રે, અમ પર અઢળ ઢળિયા રે;
	દયાળુ દયા ઘણી કીધી રે, બૂડતાં બાંહ્ય ગ્રહી લીધી રે-૧
મળિયા અણઆશે અમને રે, તેનો શિયો ગુણ કરું તમને રે;
	નથી કાંઈ આપવા અમ પાસ રે, દૂરબળ એમ ભાખ્યું દાસ રે-૨
મોટા મન મોટાઈ આણી રે, આવ્યા હરિ અધમ મને જાણી રે;
	ન મળો કોટિ ઉપાયે કોઈ રે, મળો તમે બિરુદ સામું જોઈ રે-૩
પારસમણિ પૈસે કેમ પામે રે, જેમાં દ્રવ્ય સર્વ મળી સામે રે;
	ચિંતામણિ મૂલ્ય વડે ન મળે રે, ચિંતા જેને ચિતવતાં ટળે રે-૪
ચંદન નિપજે નહિ વાહાવે રે, મેહુલા તો મૂલ્ય વિના આવે રે;
	રવિ જેમ રજની નશાવે રે, એટલાં તો અણઇચ્છયાં આવે રે-૫
તેમ હરિ મળિયા છો તમે રે, વિચારી તે જોયું જો અમે રે;
	ધન્ય ધન્ય એમ ઘટે આજ રે, નિષ્કુળાનંદ તણા રાજ રે-૬
 

મૂળ પદ

વાત મેં તો વિચારી મને રે, વાલો મુને મળિયા સ્વપને રે

મળતા રાગ

ઢાળ : સંત જાણજો મારી મૂરતિ રે

રચયિતા

નિષ્‍કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી