અમાસે ભાગ્ય અમારાંરે પૂરણ આજ પ્રગટ થયાં:૧/૧

 અમાસે ભાગ્ય અમારાંરે પૂરણ આજ પ્રગટ થયાં:

સહજાનંદ મુજને મળીયારે સુખ મુખે નવ જાયે કયાં.             
એકમે અલબેલોરે, જીવન જોયા જુગત્યે કરીઃ
ત્રણ ભોવનમાં તમારીરે હોડે કોયે ન આવે હરિ.                     
બીજે મન કયાંયે ન બેસેરે મોહનજી વિન્યા મારું:
હું તો રાત્ય દિવસ રૂદિયામાંરે ધ્યાન ધરું છું તમારું.               
ત્રીજે તન ચિન્હ તમારારે ચિતવે છે ચિત વળી વળીઃ
મારા અંગમાં આનંદ આવેરે નખ શિખ શોભા નિહાળી.            
ચોથે જે ચર્ણ તમારારે શોભે છે સોળે ચિન્હેઃ
જેને અનેક જન આરાધેરે સેવે છે સદા તેને.                           
પાંચમે પગ અંગુષ્ટેરે રેખા દિશે રુપાળીઃ
પગ અંકિત લંકિત એવારે નિશદિન રહી છું નીહાળી.             
છઠે જે છેલ છબીલારે પાવલીયા પાવન તારાઃ
ચિન્હ ડાબા પગને ગોઠણ્યરે શોભે છે ઉભય સારા.                  
સાતમીયે જીવન જોયારે દુંદે વળ ત્રણે દીપેઃ
ઉરુ જોતાં આનંદ આવેરે કંઠે તિલ્ય છે સમીપે.                        
આઠમીયે અંગ અનોપમરે શોભે સુંદર કર કેવાઃ
પોંચાની પાંચ આંગળીયેરે નખ નિરખી જોયા જેવા.                 
નોમે મુખ અંક અધુરેરે રેખા દિશે રુપાળીઃ
દિશે દાંત દાડમની કળીયુરે રસનાયે વાણી રસાળી.               ૧૦
દશમીયે દિલ ઠરે છે રે તિલ જમણે ગાલે જોઇઃ
નાસીકા નયણા નિરખીરે મન મારું રયું છે મોઇ.                      ૧૧
એકાદશીયે આનંદ આવેરે ભૂકુટી નલવટ નિરખીનેઃ
ચિહ્ન જમણે ભાલે જોઇરે હઇડે રૈ છું હરખીને.                           ૧ર
દ્વાદશીયે દીન દયાળરે ભુધર છે ભીને વાનેઃ
મેં તો જુગતે જીવન જોયારે દીઠો તિલ ડાબે કાને.                   ૧૩
તેરસે બરાસની રીતે રે ચૈતન્ય ધનમયે મુરતીઃ
થીયા નિરગુણ સગુણ રૂપરે નેતિ નેતિ જેને કે શ્રુતિ.                ૧૪
ચૌદશે સભર ભરીયારે પિંડ બ્રહ્માંડે પૂરણ રયાઃ
શેષ શારદ પાર ન પામેરે તો એક મુખે કેમ જાયે કયા.           ૧પ
પુન્યમના ઈંદુ ઉગ્યારે સહજાનંદજી સોળ કળાઃ
નિષ્કુળાનંદના સ્વામી રે નિરખી સુખ પામી અબળા.                ૧૬

મૂળ પદ

અમાસે ભાગ્‍ય અમારાંરે પૂરણ આજ પ્રગટ થયાં:

રચયિતા

નિષ્‍કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી