ગિરધરીયા હું ઘોળીરે કે મોહન તમ માથે, ૧/૩૨

ગોકુળથી ગિરધર રે કે મથુરાં જાઇ રયા એ ઢાળ.
 
ગિરધરીયા હું ઘોળીરે કે મોહન તમ માથે, મારી પ્રીત બંધાણી રે શામળા તમ સાથે.
હવે નાથ નહીં મુકુંરે કે અળગા એક ઘડી, જીયાં જાશો ત્યાં આવીશરેકે પ્રીતમ પાયે પડી.
હવે કેડ ન મેલુરે કે સુંદર શામળીયા, તમશું તન બાંઘ્યુરે કે પ્રીતમ પાતળિયા.
વણ દીઠે વાલમ રે કે દલડું દાજેછે, તેતો તમને કેતારે મારું મન લાજે છે.
હવે શીદ સલૂણારે તરતા ફરો છો તમે, હવે કેમ મુકશુંરે અલબેલા આજ અમે.
હવે લાજ તજીનેરે લાડીલાજી લાયો લેશું, પાતળિયા પીયુજીરે પ્રેમ રસ પાયો પીશું.
આજ અવસર આયોરે કે મોંઘા મુલ તણો, અલભ લાભ લીધોરે કે ગીરધર આજ ઘણો.
મારા ખોએલા દિવસનીરે ખોટ હવે સર્વે ટળી, 
જ્યારે નિષ્કુળાનંદનારે નાથ તમ સાથે મળી.  

મૂળ પદ

ગિરધરીયા હું ઘોળીરે કે મોહન તમ માથે,

રચયિતા

નિષ્‍કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી