કામણીયું કીધું રે કોને હવે કેમ કરું, ૩/૩૨

કામણીયુંકીધું રે કોને હવે કેમ કરું, ચિત ચોરીને લીધુંરે ધીરજય હવે કેમધરું.           
વણદીઠે વાલમજીરે અમે નથી રેવાતું, વ્રેહવેદના વડેરે કાંયે નથી કેવાતું.                   ર
સુંતા બેઠાં સાંભરે રે કે મુરતિ મુનેતારી, ગમાંયે આલોચનરે ભુધર રહે છે ભારી.         
ચિતમાંયે ચિતવણીરે કે નિશદિન તુજ તણી, મનઢાળે એ ઢળીયુંરે વળું વાલા તુજ ભણી.
અંતરમાં ઉદાસીરે કારજ હું તો ઘરનુંકરું, પ્રાણ છે તમ પાસેરે ખોખુ મારું આયે ખરું.     
એવુ કામણ મુનેરે કોને તમે કેમ કરું, મારુંમંગળ મીઠારે મોહન મન કેમ હરું.            
વશ્ય કરી છે વાલારે વશીકરણ વિદ્યાવડે, તમ વિન્યા ત્રિકમજીરે ચિતે બીજું નવ્ય ચડે.  
ઉનમત્તની રીત્યેરે વિચરું હું વાટેઘાટે, સ્વામી નિષ્કુળાનંદનારે એવું કર્યું શાને માટે.          

 

મૂળ પદ

ગિરધરીયા હું ઘોળીરે કે મોહન તમ માથે,

રચયિતા

નિષ્‍કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી